૧૪મી જૂનના રોજ સરકારી મેડીકલ કોલેજ, સર ટી. હોસ્પીટલ અને આરોગ્ય વિભાગ ભાવનગરના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. આ રક્તદાન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સૌ પ્રથમ રક્તદાન કરીને ઉપસ્થિત રક્તદાનવીરોને પ્રોત્સાહિત કરેલ હતા. રક્તદાન કરવાથી લોહીની જરૂરીયાતવાળા લોકોને તો ફાયદો થાય જ છે પરંતુ રક્તદાન કરનારને પણ ફાયદો થાય છે તો રક્તદાન કરવાથી હ્રદય સંબધિત અન્ય બિમારીનું જોખમ પણ ઘટી જાય છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરની તંદુરસ્તી સારી રહે છે. લોકોમાં બિમારી હોય તો રક્તદાન કરતા ડરે છે, પરંતુ સરકારી ગાઈડલાઈન મુજબ ડાયાબીટીસ, થાઈરોડ, યુરિક એસીડ જેવી અન્ય બિમારી ધરાવતા લોકો પણ જરૂરી માર્ગદર્શન હેઠળ રક્તદાન કરી શકે છે. આ રક્તદાન કેમ્પમાં કુલ ૬૩ બોટલ એકત્ર કરવામાં રક્તદાનવિરોનો સિંહ ફાળો રહયો છે તેમજ આ કેમ્પમાં મેડિકલ કોલેજના ડિનશ્રી ડો. હેમંત મહેતા, IMAના પ્રમુખશ્રી ડો. વિપુલ પારેખ, IMAના પૂર્વ પ્રમુખશ્રી ડો. કાનાણી, બ્લડ બેન્કના HODશ્રી ડો. પ્રજ્ઞેશ શાહ, ફિજીયોલોજીના HODશ્રી ડો. ચિન્મય શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, RCH અધિકારીશ્રી, RMOશ્રી ડો. આદેશરા ઉપસ્થિત રહી ઝહેમત ઉઠાવેલ હતી.
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજ, સર ટી. હોસ્પીટલ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ


















Recent Comments