ભાવનગરમાં ટ્રક ડ્રાઇવરે રોડલાઇન્સના ટ્રકમાં કોલસાની જગ્યાએ કાળા પથ્થરની ભેળસેળ કરી છેતરપિંડી કરી
નવા બંદરથી નીરમા કંપનીમાં એક રોડલાઇન્સના ટ્રકમાં ટ્રક ડ્રાઇવરે કંપની સાથે લાખોની છેતરપિંડી આચરી નીરમા કંપની પાસે ટ્રક મૂકી નાસી છુટ્યો હતો. જે બનાવની જાણ પોલીસ મથકમાં કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. રાજ ચામુંડા રોડલાઇન્સ નામના ટ્રકો નિરમા કંપનીમાં ઇન્ડોકોલ બંદરમાંથી નીરમા કંપની સુધી પહોંચડાવાના કોન્ટ્રાક્ટમાં ચાલતા હોય જેમાં તા. ૧૧ના રોજ સાંજણ કિશોરભાઇ રાઠોડનામના ટ્રક ડ્રાઇવરે નવા બંદરથી ૨૫૩૦૦ મેટ્રીક ટન વજનનો ઇમ્પોર્ટેડ ઇન્ડોકોલ ભરી નિરમા કંપનીમાં લઇ જવા નિકળ્યો હતો. તે દરમિયાન આરોપીએ રસ્તામાં કોઇ જગ્યાએ ટ્રક રોકી ટ્રકમાં રહેલ ઇમ્પોર્ટેડ ઇન્ડોકોલ ઉતારી તેની જગ્યાએ કાળા કલરની માટી ભરી દીધી હતી.
ત્યાર બાદ નિરમા કંપનીમાં લઇ ગયેલ. ત્યાં હાજર પરના સિક્યુરીટી સ્ટાફે ટ્રક રોકી તેનો વજન કરી ટેસ્ટીંગ માટે લેબમાં મોકલી આપેલ. લેબના રિપોર્ટમાં ઇન્ડોકોલની જગ્યાએ કોઇ કાળા કલરની માટી હોવાનું સાબિત થયું હતું. આમ ડ્રાઇવરે કંપની સાથે રૂા. ૧,૮૭,૪૪૨ની છેતરપિંડી આચરી ટ્રક કંપનીના ગેટ પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ સિક્યુરીટી ઓફિસર રંગળસિંહ લીમજીભાઇ રાઠવાએ આરોપી સાંજણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને વેળાવદર ભાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
Recent Comments