ભાવનગરમાં ધોરણ ૭ અને ૮ની પરીક્ષાના રર પેપર ચોરાયાના બનાવ બાદ સમગ્ર ગુજરાતમાં ધોરણ ૭ અને ૮ની વાર્ષિક પરીક્ષા રદ્ કરવામાં આવી હતી અને હવે હાલમાં આ પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસે આક્રોશ સાથે જણાવ્યું છે કે ધોરણ ૭ના પ્રશ્નપત્ર ચખોરાયા હતા ભાવનગરમાં પરંતુ તેનાથી સમગ્ર રાજ્યના શિક્ષકોને હેરાનગતિ કેમ વેઠવી પડી ? તેવા સવાલ સાથે આક્રોશ ઠાવવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું છે કે ગજુરાતમાં વિવિધ સ્પર્ધાત્મક જાહરે પરીક્ષાઓના પેપરો લીક થવાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ પરીક્ષાઓની વિશ્વસનીયતા સામે સમાજમાં શિક્ષિત બેરોજગાર યુવાનોમાં સવાલો ચર્ચા રહ્યા છે તો બીજી તરફ ગજુરાતમાં પ્રથમવાર ધોરણ ૬ની પ્રાથમિક કક્ષાની પરીક્ષાના પેપરો ગુમ થવાની વધુ એકવાર પરીક્ષાઓ ચર્ચામાં આવી છે. પરંતુ સરકારે આ ઘટનાની તાત્કાલીક ગંભીર નોંધ લઇને આ બે પેપરોની પરીક્ષા તાત્કાલીક ધોરણે રદ્ કરવાનો નિર્ણય કરી બાકીની પરીક્ષાના પેપરો રાબેતા મુજબ લેવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ ભાવનગરમાં પેપર ચોરાવાની ઘટના બાદ બાકીના પેપરો જે તે શાળાના મુખ્ય શિક્ષકના ઘરે રાખવાનો સરકારે આદેશ કરતા પ્રાથમિક શિક્ષક વર્તુળમાં ભારે ચર્ચાસ્પદ બન્યુ છે કે પેપર ચોરાવાની ઘટના બની હતી ભાવનગર જિલ્લામાં અને હેરાનગતિ સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને કેમ ? તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને હાલમાં આ પરીક્ષાના પેપરો યોજાઇ રહ્યા છે ત્યારે સરકારની બેદરકારી વિષે આક્રોશ ઠાલવાયો છે.
પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં જાગેલી ચર્ચા મુજબ તા.રપ-૪-રરથી રોજેરોજ મુખ્ય ીશક્ષકોએ સી.આર.સી. સેન્ટર ઉપર ધો.પના પ્રશ્નપત્રો લેવા જવાનું. દરેક સી.આર.સી. સેન્ટરથી શાળાઓ ૧ થી ૧૦ કી.મી.ના અંતરે આવેલી હોય છે. અમુક સી.આર.સી.કો-ઓર્ડિનેટર પાસે બે-બે સી.આર.સી.ના ચાર્જ છે તેવા સંજોગોમાં શાળાઓનું ર૦ કિલોમીટર જેટલું અંતર થાય છે.
આમ, પ્રશ્નપત્રો લેવા જવા આવવામાં મુખ્ય શિક્ષકે પ્રાઇવેટ સાધન લઇને સ્વખર્ચે, સ્વજોખમે જવું પડે. ત્યારે ખર્ચ અને જોખમ માટે જવાબદાર કોણ ? ધો.૭ના પ્રશ્નપત્રો લેવા માં મુખ્ય શિક્ષકે જ જવું તેના પ્રતિનિધિને મખોક,લવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે. એવા સંજોગોમા: ઘણી શાળાઓમાં બહેનો મુખ્ય શિક્ષક છે. તો એમને વાહન આવડતું પણ ન હોય અને આવડતું હોય તો પોતાનું વાહન પણ ન હોય તો તેઓને પ્રાઇવેટ વાહન લઇને જવું પડે. તો એના ખર્ચ અને જોખમ માટે જવાબદાર કોણ ? અને મહત્વનું બીજું કે એ આવન જાવનમાં ક્યાંક અકસ્માત નડે તો એના માટે જવાબદાર કોણ ? એ સ્વિય તા.રપ-૪-રરથી તમામ પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષકે પોતાના ઘરે રાખવાની સૂચના કરવામાં આવેલ છે. એનો મતલબ એકાદ મુખ્ય શિક્ષકના ઘરેથી પ્રશ્નપત્રો આઘાપાછા થાય અથવા તેમના ઘરમાંથી નાના બાળકો હોય એ કયાંય મસ્તીમાં આઘું પાછું કરે તો સીધો એને જવાબદાર ઠેરવવાની યોજના હોય તેવું શિક્ષકોને લાગી રહ્યું છે.
ભાવનગરમાં ધો.૭ના પેપર ચોરાયા બાદ સમગ્ર રાજ્યના શિક્ષકોને હેરાનગતી જઇ હોવાના પોરબંદર કોંગ્રેસના આક્ષેપો


















Recent Comments