ભાવનગર

ભાવનગરમાં મતગણતરીના દિવસે પ્રતિબંધિત કરાયેલા રસ્તાઓમાં કોઈપણ વ્યક્તિ, શખ્સે વાહન સાથે પ્રવેશ કરવા, વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના -રોજ સરકારી ઇજનેરી કોલેજ, વિદ્યાનગર, ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન આ મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે. જેમાં આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારનાં ૬-૦૦ કલાકથી મતગણતરીનું કાર્ય પુરુ ન થાય ત્યાં સુધી એમ.જે. કોમર્સ કોલેજ થી સરકારી ઇજનેરી કોલેજ સુધીનો માર્ગ/રસ્તો, વિદ્યાનગર ચિતરંજનચોકથી ઇજનેરી કોલેજ સુધીનો માર્ગ/રસ્તો અને ભાવનગર દુધ ડેરી રોડ ડાયાભાઇ ચોક તરફ થી સરકારી ઇજનેરી કોલેજ તરફનો માર્ગ/ રસ્તાઓમાં કોઇપણ વ્યકિત, શખ્સે વાહન સાથે (તમામ પ્રકારના વાહન) પ્રવેશ કરવો નહી તેમજ સદરહું પ્રતિબંધિત વિસ્તારમાં વાહનો પાર્કીંગ કરવા નહી. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ તથા ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ના ૪૫મા અધિનિયમની કલમ- ૧૮૮ મુજબ સજા થશે. આ જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડકોન્સ્ટેબલ થી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામા આવ્યાં છે. ચૂંટણી મતગણતરીની ફરજમાં રોકાયેલા અને તે અંગે અધિકૃત પાસ ધરાવતા કર્મચારીઓ/અધિકારીઓ તથા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ.

Related Posts