fbpx
ભાવનગર

ભાવનગરમાં મ.કૃ. યુનિવર્સિટીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં કર્મચારીઓ માટે બેઝીક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., ભાવનગરની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવાની સાથે સાથે હાલના સમયમાં સભાસદોની આર્થિક સુખાકારીની સાથોસાથ સભાસદોનુ આરોગ્ય પણ જળવાઈ રહે તેવા હેતુથી કર્મચારીઓ માટે બેઝીક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળીની યુનિવર્સિટીની ક્ચેરી ખાતે દર માસે સભાસદો અને તેમના પરિવારજનો માટે વિનામૂલ્યે બેઝીક હેલ્થ ચેકઅપનું આયોજન સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, સીદસર, ભાવનગરના સહ્યોગથી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મેડિક્લ ટીમ દ્વારા મંડળીની કચેરી ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભાસદો અને તેમના પરિવારજનો તથા યુનિવર્સિટી સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ એમ મળી કુલ ૧૬ વ્યક્તિઓએ આ સેવાનો લાભ લીધો હતો. બેઝીક હેલ્થ ચેક અપમાં મુખ્યત્વે વજન, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઓકસીજન લેવલ, હાર્ટ બીટ, તાપમાન વિગેરે બાબતોનો સમાવેશ કરી તેનો એક રીપોર્ટ તૈયાર કરી સેવાર્થિને તેમના રેકર્ડ માટે આપવામાં આવેલ.

જેથી ભવિષ્યના અન્ય દાકતરી નિદાનમાં મદદરૂપ થાય. આ સુવિધા શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ ૨૭૭થી વધારે વ્યક્તિઓએ આ સેવાનો લાભ લીધેલ છે. આમ, મંડળી દ્વારા સ્વર્ણિમ ઉજવણીમાં વધારાનું એક સોપાન ઉમેરી સભાસદોની સુખાકારી વધારવામાં આવી. અંતમાં મંડળીના પ્રમુખ-મંત્રી તથા કારોબારી સભ્યઓ તથા સભાસદોએ મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરેલ અને આવતા તેરમા ચરણના હેલ્થ ચેકઅપ કે જે તા.૮-૪-૨૦૨૩ના રોજ યોજાનાર છે.

Follow Me:

Related Posts