ભાવનગર

ભાવનગરમાં વધુ ચાર મ્યુકરમાઇકોસિસના કેસ નોંધાયાઃ ૧નું મોત

ભાવનગર જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસનાં ચાર શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસનો આંક ૧૨૦ પર પહોંચ્યો છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસ તો ઘટી રહ્યાં છે, પરંતું દિન-પ્રતિદિન મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થતાં જિલ્લાવાસીઓ અનેં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભાવનગર જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસ બે સસ્પેકટીવ અને એક કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૦ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જયારે વધુ એકનું મોત થયું છે. જિલ્લામાં કુલ ૧૨૦ કેસ પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૦૬ સસ્પેક્ટેડ કેસ અને ૦૨ નેગેટિવ કેસ નોંધાયેલા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫ દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લાવાસીઓને કોરોનાથી તો રાહત મળી, પરંતુ આ નવી આફત આવતાં લોકો તણાવ અનુભવી રહ્યાં છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના કુલ ૨૮૮ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts