fbpx
ભાવનગર

ભાવનગરમાં શિક્ષણ મંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં પણ શુભારંભ કર્યો હતો. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલી સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામોનો શુભારંભ કરાવી આગળના કામો હાથ ધરવામાં આવ્યા હતા. સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલી માલેસરી નદી પાસેથી જીતુ વાઘાણીના હસ્તે શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, ભાવનગર મેયર, સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના આશરે રૂ.૧૭ કરોડ રૂપિયા ખર્ચે ભાવનગર જિલ્લા સહિત તાલુકાઓમાં કુલ- ૬૬૭ કામો હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીનું પણ સર્જન થશે. ભાવનગર જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.

આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે. માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જનકાત, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ, વરતેજ ગામના સરપંચ, પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો હતો. વરતેજ નજીક આવેલા માલેશ્રી નદી પાસે જીતુ વાઘાણીએ પૂજા વિધિ કરી હિટાચી મશીન ચલાવી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં જળસંગ્રહ થઈ શકે માટે તેનો પ્રારંભ કરાવ્યો હતો.

Follow Me:

Related Posts