ભાવનગર

વિનયન અને વાણિજ્ય કૉલેજ, પાલિતાણા ખાતે ‘યુવાદિન’ની ઉજવણી કરવામાં આવી

વિનયન અને વાણિજ્ય કૉલેજ, પાલિતાણા ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરીને ‘યુવાદિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્ટ્સ અને કોમર્સના કુલ 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ ત્રણ ભાષામાં સ્વામી વિવેકાનંદજીના યુવાનો, રાષ્ટ્રનિર્માણ અને ચારિત્ર્યઘડતર વિશે વિચારો અને પ્રસંગોની રસપ્રદ રીતે રજૂઆત કરી હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે કૉલેજના ત્રણ અધ્યાપકોએ સેવા બજાવી હતી. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે લાંગાવદરા માયા, દ્વિતીય ક્રમે વાસાણી દીપ અને તૃતીય ક્રમે રાઠોડ હિનાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજની વિદ્યાર્થિનીઓ રાઠોડ ભૂમિકા અને ચૌહાણ પૂનમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંયોજન કૉલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જયેશ સરવૈયા દ્વારા કૉલેજના આચાર્યશ્રી ડૉ. સુનીતા નિમાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કૉલેજના સમગ્ર સ્ટાફે આ સ્પર્ધા માટે પૂર્ણ સહકાર આપ્યો હતો.

Related Posts