સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,ભાવનગર દ્વારા મહાનગરપાલિકા/જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ ૨.૦ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ સ્પર્ધાઓનું આયોજન તા. ૨૦/૦૧/૨૦૨૪ થી ૩૦/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. ભાવનગર જિલ્લા ખાતે તા. ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી અને તા. ૨૯/૦૧/૨૦૨૪ ના રોજ શાળાઓમા વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થતી હોવાથી બંને દિવસના રોજ યોજાનાર જિલ્લાકક્ષા (ગ્રામ્ય) ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ફૂટબોલ, સ્કેટિંગ રમતમાં તારીખમાં ફેરફાર કરેલ છે અને મહાનગરપાલિકા કક્ષા (શહેર) ખાતે હેન્ડબોલ અને રસ્સાખેંચ સ્પર્ધામાં સ્થળમાં ફેરફાર કરેલ છે.
ખેલ મહાકુંભ ૨.૦ ભાવનગર ગ્રામ્ય (જિલ્લાકક્ષા સ્પર્ધાઓ) તારીખોમાં ફેરફાર થયો છે જે અંતર્ગત વોલીબોલ સ્પર્ધાની નવી તારીખ ભાઈઓ માટે ૨૮/૧/૨૪ અને બહેનો માટે ૨૪/૧/૨૪, બાસ્કેટબોલ ભાઈઓ માટે ૨૩/૧/૨૪ અને બહેનો માટે ૨૮/૧/૨૪, કબડ્ડી ભાઈઓ માટે ૨૭/૧/૨૪ અને બહેનો માટે ૨૮/૧/૨૪, ફૂટબોલ ભાઈઓ અને બહેનો માટે ૨૧/૧/૨૪, સ્કેટીંગ ભાઈઓ માટે ૨૨/૧/૨૪ અને બહેનો માટે ૨૩/૧/૨૪ ના રોજ યોજાશે. જ્યારે ખેલ મહાકુંભ ૨.૦ ભાવનગર શહેર (મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધાઓ) સ્થળમાં ફેરફાર થયો છે જે અંતર્ગત હેન્ડબોલ અંડર ૧૪, ૧૭ ભાઈઓ માટે તા. ૧૭/૧/૨૪ અને બહેનો માટે તા. ૨૮/૧/૨૪, ઓપન એઇઝ ભાઈઓ તથા બહેનો માટે તા. ૨૯/૧/૨૪ ના રોજ કે. એસ.એમ. સ્પોર્ટ્સ ક્લબ, ઘોઘા સર્કલ, ભાવનગર ખાતે તેમજ રસ્સાખેંચ અંડર ૧૭, ઓપન એઇઝ અને અબવ ૪૦, ૬૦ ભાઈઓ માટે તા. ૨૧/૧/૨૪ અને બહેનો માટે તા. ૨૧/૧/૨૪ ના રોજ ઘોઘા સર્કલ સંસ્કાર કેન્દ્ર અખાડો, ઘોઘા સર્કલ, ભાવનગર ખાતે સ્પર્ધા યોજાશે. સ્પર્ધાના ફેરફાર અંગેની માહિતી જિલ્લા રમત વિકાસ અધિકારી, ભાવનગરના બ્લોગ એડ્રેસ – dsdobhav.blogspot.com પરથી મેળવી શકશે.
Recent Comments