fbpx
ભાવનગર

ભાવનગર ગદ્યસભાના ૩૩મા સ્થાપના દિવસની આજે વાર્તાપર્વ ૨ નામે ઊજવણી થશે…

ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (ભાવનગર) અને ભાવનગર ગદ્યસભાના સંયુક્ત ઉપક્રમે ગદ્યસભાના તેત્રીસમા સ્થાપનાદિન નિમિત્તે તેમજ ગદ્યસભાના સદગત સદસ્ય આદરણીય જયંતદાદા પાઠકની સ્મૃતિવંદના નિમિત્તે વાર્તાપર્વનો દ્વિતીય કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ગદ્યકારોનાં સર્વાંગી ઘડતરની વાતો સર્વશ્રી ડૉ.મહેન્દ્રસિંહ પરમાર અને નટવર વ્યાસ દ્વારા કરવામાં આવશે. તેમજ ગદ્યસભાનાં વાર્તાકારોની કૃતિઓની વાચિકમ્ સ્વરુપે અનોખી રજૂઆત ગદ્યસભાની ટીમ દ્વારા તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ શનિવારે સમય બપોરે ૩.૩૦ કલાકથી થશે. વાર્તાપર્વની ઊજવણીનું સ્થળ યુનિવર્સિટી નવો કોર્ટ હૉલ, વહીવટી કાર્યાલય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી છેગદ્યસભાનાં આ વાર્તાપર્વને માણવા મંત્રીઓ અજય ઓઝા તથા નટવર વ્યાસ દ્વારા ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વાર્તાપર્વ ૨ નું સંચાલન અક્ષર જાની અને ભાવિન રાઠોડ કરશે. વાર્તાપર્વના આ આયોજનમાં અજય ઓઝા અને પ્રવીણ સરવૈયાએ સક્રિય ભૂમિકા નિભાવેલ.આ અનોખા વાર્તાપર્વના આયોજન નિમિત્તે વરિષ્ઠ સર્જક અને ગદ્યસભાના પ્રમુખ શ્રી ડૉ. ગંભીરસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ વાર્તાકાર અને ગદ્યસભાના સંવાહક શ્રી માય ડિયર જયુ સાહેબે ગદ્યસભાના સૌ સક્રિય સભ્યોને અભિનંદન અને આશીર્વચન પાઠવેલ.

Follow Me:

Related Posts