ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા માર્ગ મરામતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૧૮ રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, જિલ્લાના નાગરિકોને ભારે વરસાદ બાદ કોઈ અગવડતા ન પડે તે માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી દ્વારા રસ્તાઓની કામગીરીનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે.
Recent Comments