ભાવનગર

ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મયોગીઓએ “રાષ્ટ્રીય એકતાના”શપથ લીધા

31 મી ઓક્ટોબર ના રોજ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાની કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા શપથ”લેવામાં આવ્યા હતા.આ ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેકટર કચેરી સહિતના જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પોતાની ઓફિસોમાં રાષ્ટ્રીય એકતા શપથ ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.ભાવનગર જિલ્લા પંચાયત,સર ટી હોસ્પિટલ તેમજ બહુમાળી ભવનમાં આવેલ વિવિધ જિલ્લા કચેરીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા શપથ લેવામાં આવ્યા હતા.અને તાલુકા કક્ષાની તમામ કચેરીઓમાં પણ રાષ્ટ્રીય એકતા શપથ લેવામાં આવ્યા.આમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે અધિકારીશ્રીઓ કર્મચારીઓ જોડાયા હતા.

Related Posts