fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ૨જી ઓટોબરથી ૮મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મદિન તા.૦૨-૧૦-૨૦૨૩ થી તા.૦૮-૧૦-૨૦૨૩ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. નશાબંધી સપ્તાહની ઉજવણી દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જેમાં તા.૦૨-૧૦-૨૦૨૩ નાં રોજ શ્રી એન.જે.વિદ્યાલય, કલ્યાણનગર ખાતે નશાબંધી સપ્તાહનું ઉદઘાટન, નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી તથા સનેસ ગામ ખાતે નશાબંધી અને જનજાગૃતિ કાર્યક્રમ

અને પત્રિકા વિતરણ તેમજ વ્યસનમુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી, તા.૦૩-૧૦-૨૦૨૩ નાં રોજ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી કેમ્પસ ખાતે નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી, તા.૦૪-૧૦-૨૦૨૩ નાં રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી કેમ્પસ ખાતે નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી, તા.૦૫-૧૦-૨૦૨૩ નાં રોજ ડો.વિરભદ્રસિંહજી ઉ.મા.શાળા, નીલમબાગ ખાતે નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા પત્રિકા વિતરણ તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી, તા.૦૬-૧૦-૨૦૨૩ નાં રોજ ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સીસ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી કેમ્પસ ખાતે નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી તથા શ્રી ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંધ લિ. સર્વોતમ ડેરી, સિહોર ખાતે નશાબંધી અંગે કામદાર સંમેલન, પત્રિકા વિતરણ અને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી, તા.૦૭-૧૦-૨૦૨૩ નાં રોજ સ્વામ્મિનારાયણ નૈમિષારણ્ય સાયન્સ કોલેજ, સિદસર રોડ ખાતે નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી અને તા.૦૮-૧૦-૨૦૨૩ નાં રોજ ગણેશગઢ ગામ ખાતે નશાબંધી અંગે જનજાગૃતિ કાર્યક્રમ અને પત્રિકા વિતરણ અને નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ તેમજ વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવી સહિતનાં કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે. જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નશાબંધી અને આબકારી ખાતા, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts