ભાવનગર જિલ્લામા ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૭૯ કેસો પૈકી માત્ર ૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩પુરૂષ મળી કુલ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતાતેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્યચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમઆઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથીડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૭૯ કેસ પૈકી હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ૫,૯૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Recent Comments