fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેની
વોકાથોન રેલી યોજાઇ હતી ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગ
અલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી. આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી યોજવામાં આવી હતી આ રેલીમાં અલગ અલગ૧૫ કોલેજો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ રેલીની સાથે સાથે બહોળી સંખ્યામા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.આ અવસરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી હિતેષ જણકાટ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, એમ.કે.બી યુનિવર્સિટીના ઈ.ચા રજીસ્ટાર શ્રી ભાવેશભાઈ જાની, NCC કોર્ડીનેટર શ્રી ભારતસિંહ ગોહિલ, શામળદાસ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલશ્રી એમ. બી. ગાયજન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts