ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ બેઠક મળી

ભાજપના ચાલતા કાર્યક્રમોની સમીક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ કહ્યું કે, ભાજપની કથન અને કરણી એક હોવાથી છેવાડા માનવીને લાભ મળ્યો છે. પ્રદેશ સંયોજક શ્રી હિંમતભાઈ પડશાળાની ઉપસ્થિતિમાં બેઠક મળી ગઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષની મળેલી બેઠકમાં પક્ષના ચાલતા કાર્યક્રમો અને આયોજનો સંબધી ચર્ચામાં અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાજપ દ્વારા જનહિતના પગલાંનો ઉલ્લેખ કરી ભાજપની કથન અને કરણી એક હોવાથી છેવાડા માનવીને લાભ મળ્યો છે તેમ જણાવ્યું. 

લાભાર્થી સંપર્ક અભિયાન પ્રદેશ સંયોજક શ્રી હિંમતભાઈ પડશાળાની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ. તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા કામો અને વૈશ્વિક આર્થિક સત્તા સબંધી વિગતો આપી.ભાજપ મહામંત્રી શ્રી સી.પી.સરવૈયાના સંચાલન સાથે અહીંયા લાભાર્થી સંપર્ક, અયોધ્યા દર્શન, ગાંવ ચલે અભિયાન, સ્વચ્છતા કાર્યક્રમ સાથે શક્તિ કેન્દ્રો અને મંડળોની ભૂમિકા ઉલ્લેખ કરવામાં આવેલ. અહી શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચુંટાયેલા ભાજપ પ્રેરિત પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું.

આ બેઠક પ્રારંભે વડાપ્રધાનના ‘મન કી બાત’ પ્રસારણ સંદર્ભે શ્રી નાનુભાઈ ડાખરાએ વિગત આપી. અહી શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી નીરવભાઈ જોષી તથા શ્રી ધર્મિષ્ઠાબેન દવે દ્વારા આગામી આયોજન વિશે વિગતો અપાઈ હતી.બેઠકમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા શ્રી ભિખાભાઈ બારૈયા સાથે શ્રી મુળજીભાઈ મિયાંણી, શ્રી વિક્રમભાઈ ડાભી સહિત હોદ્દેદારો જોડાયાં હતાં. વિસ્તારક શ્રી ધવલભાઈ મહિડા તથા શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહી.  આભારવિધિ શ્રી હંસાબેન પરમારે કરી હતી. સમગ્ર જિલ્લામાં છેવાડા જન સુધી કાર્યક્રમો અને સંપર્ક માટે આ બેઠકમાં આયોજન ગોઠવાયેલ તેમ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિતની સંયુક્ત યાદીમાં જણાવાયેલ છે.

Related Posts