ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા ની શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાત મંદ ૧૫૦૦ ગરીબ બાળકોને શિશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૧ માં વર્ષે સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ભાવનગર મહાનગરપાલિકા ની શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાત મંદ ૧૫૦૦ ગરીબ બાળકોને શિશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૧ માં વર્ષે સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે…….શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ના અધ્યક્ષ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી મહારાજ દ્વારા સાગર મહોત્સવ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના વરદ હસ્તે શિશુવિહાર સંસ્થા નું રૂપિયા 7,51,001  તેમજ પ્રશસ્તિપત્ર થી કરવામાં આવેલ સન્માન ની રકમ માથી શિશુવિહાર સંસ્થાની શિક્ષણ અને સેવા પ્રવૃત્તિને ગરીબ બાળકો સુધી વિસ્તારવામાં આવી છે.

શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત  શિક્ષકો દ્વારા પસંદ થયેલ જરૂરિયાત મંદ  બાળકો ને પ્રથમ તબક્કે સ્કુલ બેગ પાંચ – પાંચ નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ અને  વિદ્યાર્થી – વિદ્યાર્થિની માટેના  માપ અનુસાર શુઝ નું વિતરણ કરવામાં આવ્યું છે……. શિક્ષણની મુખ્યધારામાં થી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય  તે માટેના પ્રયાસ રૂપે વર્ષ દરમિયાન શિક્ષકો પણ પસંદ કરેલ બે બાળકોની કાળજી લેતા હોય છે.. તેના વાલી સાથે સંપર્કમાં રહે છે.. શિક્ષણ સમિતિ  ભાવનગર સંચાલિત  શાળાઓ ના શિક્ષકોની  પહેલ થી વર્ષ ૨૦૧૧ થી યોજાતી પ્રવૃત્તિ  થકી ૧૮૦૦૦  વિદ્યાર્થીઓની કાળજી લેવાઇ છે જે સમગ્ર ગુજરાતમાં અનુકરણીય બની છે

 ભાવનગરનું શિક્ષણ જગત ગૌરવ લઇ શકે તેવી ઘટના સાથે જોડાયેલ નગરપાલિકાના શિક્ષકોને પ્રબોધન કરવા માટે પણ પ્રતિ વર્ષ માં એક કાર્યક્રમ પણ યોજાશે. તેમ શિશુવિહાર સંસ્થાની યાદીમાં જણાવાયું છે

Related Posts