ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી ૧૮ થી ૪૪ વર્ષના નવયુવાનોના રસીકરણ કાર્યક્રમનો આરંભ
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર આજથી ૧૮ થી ૪૪ વર્ષના નવયુવાનોને કોરોનાની વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. આ વેક્સિન આપવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૦ સ્થળોએ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. આજના દિવસમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે હજાર જેટલા નવયુવાનોને રસી આપવામાં આવી છે.
આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ સ્થળોએ વેક્સિનેશન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં રૂવા યુ.સી.એચ.સી., કુંભારવાડા યુ.સી.એચ.સી., ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન ઓફિસ, ડોક્ટર હોલ-મહિલા કોલેજ, સંત પ્રભારામ હોલ- સિંધુનગર, સરદાર પટેલ સ્મારક મિત્ર મંડળ- વિજયરાજનગર, રોટરી ક્લબ- ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, કાળીયાબીડ અર્બન હેલ્થ સેન્ટર અને શાળા નં.૧૭- દિપક ચોક ખાતે વેક્સિનેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ તમામ વેક્સિનેશન સ્થળો ખાતે અગાઉથી કોવિડ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન સમયે રજીસ્ટ્રેશનનો એસ.એમ.એસ કે એપોટમેન્ટ લેટર બતાવ્યા બાદ જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આજે ભાવનગર મહાનગરપાલિકાના નક્કી કરાયેલ – ૧૦ સ્થળો ખાતે દરેક સ્થળે ૨૦૦ જેટલા વ્યક્તિને વેક્સિન આપવાની સુવિધા કરવામાં આવી હતી. આજે ભાવનગર મહાનગર પાલિકામાં આશરે ૨,૦૦૦ જેટલા નવયુવાનોએ વેક્સિનનો લાભ લીધો છે
Recent Comments