fbpx
ભાવનગર

ભાવનગર રેન્જ દ્વારા શ્રવણમંદોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્વારા શ્રી ખી.લ.શાહ બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ મહાલક્ષ્મીબેન અને જગન્નાથ એ.મહેતા શ્રવણમંદોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભાવનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વાય.એસ.આયરાવ અને સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એચ.ભટ્ટ તેમજ સંસ્થાના આચાર્યશ્રી શૈલેષભાઇ દવે તથા કચેરી અધિક્ષકશ્રી સૂર્યકાંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં તથા ઇન્ટરપ્રિટર શ્રી ભરતભાઇ સોલંકી તથા શ્રી વિરેન્દ્રસિંહ ગોહિલની મદદથી આશરે ૧૯૩  જેટલાં મુકબધિર વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શું છે?, સાયબર ક્રાઇમના પ્રકાર કેટલા?, સાયબર ક્રાઇમથી બચવાં માટે શું કરવું જોઇએ ?,  સાયબર સિક્યોરીટી, સાયબર સેફ્ટી,  ચાઇલ્ડ પોર્નોગ્રાફી  વગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વેબસાઇટસ:-https://cybercrime.gov.in પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી તથા ફરીયાદ નોંધાવતાં સમયે કયા-કયા દસ્તાવેજો હાથવગાં રાખવાં તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી તેમજ વિવિધ પ્રશ્નોત્તરીનું માર્ગદર્શન પૂરું પાડી સાયબર ક્રાઇમના બનાવો અંગે પ્રોજેકટર દ્રારા માહિતગાર કરી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts