ભાવનગર શહેરના ૧૦૪ ભાવનગર પૂર્વ બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ ધરાવતું બુથ ઊભું કરાશે 
વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ સાત વિધાનસભા બેઠકો પર થીમ વાઇઝ બુથ તૈયાર કરી અનોખી પહેલ કરવામાં આવી છે. જે પૈકીની ૧૦૪- ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ આધારીત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે.
આ મતદાન મથક ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ શાળા નં.-૭૬ ખાતે ૧૨ x ૧૨ ઘુંમટ સાથે વચ્ચે ૭ x ૫.૩ જગ્યાનું ઘુમ્મર સાથેનું ગુજરાત વિધાનસભાની થીમ આધારિત મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવનાર છે.
આ મતદાન કેન્દ્રની વિશેષતા એ રહેશે કે મતદાર પોતે મતદાન કરવા આ કેન્દ્રમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાત વિધાનસભા માં પ્રવેશી પોતે પોતાના ધારાસભ્યોને માટે મતદાન કરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી આ થીમ ઊભી કરવામાં આવનાર છે. લોકોને આ થીમ થકી મતદાન કરવા આકર્ષવા આ નવિનતમ પહેલ હાથ ધરવામાં આવી છે.
Recent Comments