આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના અનુલક્ષીને ભાવનગર શહેરમાં મતદારોને મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે “અવસર” કેમ્પેઇન હેઠળ નોડલ ઓફિસર, ચૂંટણી પંચ, સ્વીપ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને કલા સંઘ સંસ્થા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડી.કે પારેખના માર્ગદર્શન હેઠળ આજરોજ શહેરના રૂપાણી સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં સવારના ૭:૦૦ વાગ્યાથી ૯:00 વાગ્યા સુધી ૫૧ સ્પર્ધકોએ ભાગ લઈને કલર તથા ચિરોળીઓનાં ઉપયોગથી આકર્ષક રંગોળી બનાવી લોકોને મતદાન કરવા અંગે જાગૃતિના સંદેશાઓ પાઠવ્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.કે.પારેખે આકર્ષક રંગોળીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ભાવનગરના કલાપ્રેમીઓ જોડાયા હતા અને ભાવેણાવાસીઓ રંગોળીઓ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી રંગોળી સ્પર્ધાના શ્રેષ્ઠ વિજેતાઓમાં વિભાગ A: 8 થી 16 વર્ષ વિશ્વા એસ ગાંધી, હસતી એમ વાનાણી, ઉત્સવ આર મેર તેમજ વિભાગ B: 17 વર્ષથી ઉપર નિશા આર પરમાર, સમીરા ખોખર, કેયુર બી સોલંકીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.















Recent Comments