ભાવનગર

ભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષાએ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન

રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી , ભાવનગર શહેર સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી ૭૫ અમૃત્ત મહોત્સવ કાર્યક્રમ અન્વયે ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન યોજાનાર છે.

        જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના શહેરકક્ષાએ પ્રથમ ૧૦૦ અને ગ્રામ્યકક્ષાએ પ્રથમ ૧૦૦ આવેલ અરજી પત્રકોને પસંદગી માટે અગ્રતા અપાશે . નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની સાથે શાળામાં અભ્યાસ કરતાનું આચાર્યશ્રીના સહી સિક્કા સાથેનું પ્રમાણીત કરેલ ફોટા સાથેનું બોનોફાઇટ સર્ટિફિકેટ અને રહેઠાણનાં પુરાવા સાથે છેલ્લી તા . ૨૯/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન , એનેક્ષી બિલ્ડીંગ , જી -૨, ભાવનગર ખાતે અરજી પત્રક પહોંચતું કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts