આજરોજ ઓબ્ઝર્વર એક્સપેન્ડીચરશ્રી વિપુલ કશ્યપ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની અચાનક મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચરશ્રી વિપુલ કશ્યપે રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ અને મીડિયા મોનીટરીંગ વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ટેલિવિઝનમાં આવતી જાહેરખબરો વિશે નિભાવવામાં આવતા રજીસ્ટર ચકાસ્યા હતા તેમજ મોનીટરીંગ કરતી ચેનલો વિશે નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચરશ્રી ને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કર્યો અંગે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશશ્રી કૌશિક શીશાંગીયા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
Recent Comments