fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભુજના ખાવડાથી મીઠાની ૧૦૦ ઓવરલોડ ટ્રકો ચોર રસ્તેથી ગાયબ

શેખપીર આર.ટી.ઓ. ચેકપોઇન્ટ પર બે ટીમોને તૈનાત કરાઇ હતી. ચેકિંગને કારણે માધાપર હાઇવેથી શેખપીર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા જે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આખો દિવસ ગાડીઓ રોડ પર ઉભી રહી હોવાથી ભારે ટ્રાફિક પણ થયો હતો. શેખપીર ચેકપોઇન્ટ પર આર.ટી.ઓ.ની ટીમ હટે તો વાહનો નિકળવાની ફિરાકમાં ડ્રાઇવરો હતા પણ ચેકપોઇન્ટ રેઢી બની ન હતી. કલાકો સુધી ટ્રાન્સપોર્ટરોએ રાહ જાેયા બાદ છેલ્લે ચોર રસ્તેથી પસાર થવાનું નક્કી કર્યું હતું. ભુજાેડી બ્રીજ સુધી પાર્કિંગ થયેલી તમામ ઓવરલોડ ટ્રકો ભુજાેડી ગામમાંથી વંદેમાતરમ મેમોરીયલ રોડથી લેર-હનુમાન મંદિર રોડ પર પહોંચી કુકમા પહોંચી હતી.આર.ટી.ઓ.ની ચેકપોસ્ટનો પ્રશ્ન હલ થઇ ગયો હતો અને ચોર રસ્તેથી ટ્રકો પસાર થઇ ગઇ હતી. ચેકપોઇન્ટ પર બે ટુકડી તૈનાત જ છે.

શેખપીર પાસે ઉભી રહેલી ગાડીઓ ત્યાંથી હટી પણ નથી, જેવી ગાડીઓ રોડ પર ચડશે તેમને પકડી લેવાશે. માધાપર હાઇવેથી ભુજાેડી બ્રીજ સુધી મીઠાની ગાડીઓના થપ્પા લાગ્યા હતા તે ગાડીઓ કયાં ગુમ થઇ ગઇ તે અંગે સવાલ પૂછતા તેમણે અજાણતા દર્શાવી હતી. ભુજાેડી ગામના મુખ્ય માર્ગ પરથી ટ્રક પસાર થઇ હોવા અંગેનો સી.સી.ટી.વી. ફૂટેજ ગામના એક જાગૃત નાગરીક તરફથી અપાયો છે. પેનડ્રાઇવમાં અપાયેલા વિડીયોને જાેઇ શેખપીર ચેકપોઇન્ટ પર તૈનાત કરાયેલા જવાબદાર અધિકારીઓ સામે તપાસનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, ૧૦૦ જેટલી ગાડીઓ ચેકપોઇન્ટ ક્રોસ કરવાને બદલે ચોર રસ્તેથી પસાર થઇ ગઇ હતી. ખાવડાથી લોડિંગ થયેલી મીઠાની ગાડીઓના માધાપર હાઇવેથી શેખપીર સુધી થપ્પા લાગ્યા હતા. શેખપીર દરગાહ પાસે માત્ર આઠથી દસ ગાડીઓ જ દેખાઇ હતી. માધાપર હાઇવેથી ભુજાેડી બ્રીજ સુધી રોડ સાફ જાેવા મળ્યો હતો. આમ, શેખપીર ચેકપોઇન્ટ પર સેટિંગ કરી ઇન્સ્પેકટરોએ ગાડીઓ કઢાવી હોવાની વાત માર્કેટમાં ચર્ચાઇ હતી. ધારાસભ્યના પુત્ર શેખપીર ચેકપોઇન્ટ પર આવી ફરજ પર રહેલા ઇન્સ્પેકટરોને ખખડાવ્યા હતા તેમજ કહ્યું હતું કે, તમારા મુખ્ય અધિકારીએ તમામ ટ્રાન્સપોર્ટરો સાથે સેટિંગ ગોઠવી લીધી છે અને તમે તમામ મીઠાની ગાડીઓને જવા દીધી છે.

જાે કે, શેખપીર ચેકપોઇન્ટ પરથી એકેય ગાડી પસાર થઇ નથી તેવી વાત આર.ટી.ઓ. ઇન્સ્પેકટરોએ કરી હતી. ખાવડાથી ગેરકાયદેસર રીતે લોડિંગ થયેલી મીઠાની ટ્રકો પાસે કાંટા પાવતી ન હતી. ખાવડાની કંપનીને બ્રોમીનની મંજૂરી છે પણ મીઠુ લોડિંગ કરાવ્યો હોવાથી આર.ટી.ઓ.ની ચેકિંગમાં વધારો કરાયો હતો. આર.ટી.ઓ.ની ટુકડી ઉભી રખાવે તો કાંટા પાવતી અને કાગળોની માંગણી કરે છે. જાે કે, પરીવહન થયેલા માલ અંગેના આધાર પુરાવા જ ન હોવાથી ફસાઇ જવાનો વારો આવે છે. આમ આર.ટી.ઓ.ની ચેકપોઇન્ટને બાયપાસ કરવા માટે ચોર રસ્તો શોધી ત્યાંથી પસાર થઇ હતી. પાંચથી છ કલાકમાં અંદાજીત ૧૦૦ જેટલી ટ્રકો પસાર થઇ હતી. ભુજાેડી ગામના યુવકોને આ ચોર રસ્તાનો ઉપયોગ કરવાની એક શરતે હા પાડી હતી. તસવીરમાં ટ્રક પાસે ઉભો રહેલો યુવક ગાડીના નંબર લઇ ગામના ગેટ પાસે ઉભા રહેલા યુવકોને નોંધાવતો હતો બાદમાં ગાડી ગામમાં એન્ટર થતી હતી. ગામમાં ગાડી પહોંચ્યા બાદ ત્યાં બે યુવકો બાઇકથી ટ્રકોને છેક લેર-હનુમાન મંદિર રોડ સુધી પહોંચાડવા માટે જતા હતા. એક ગાડી દીઠ હજાર રૂપિયા લીધા હતા.ી ભુજાેડી ગામમાંથી લેર-હનુમાન મંદીર તરફ જતા માર્ગથી સીધા કુકમા ગામમાં નિકળતા રોડનો ઉપયોગ કરાયો હતો. શેખપીર ચેકપોઇન્ટ પરથી પસાર થવાનો વખત જ આવ્યો ન હતો.

Follow Me:

Related Posts