સૌરાષ્ટ - કચ્છ

ભુજના મધાપરથી સ્નીફર ડોગની મદદ વડે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થ મળતા રહે છે. પરંતુ ભુજના મધાપર ધોરીમાર્ગ પરથી એસઓજી પોલીસે બાતમીના આધારે બલેનો કારને ઝડપી તેમાંથી સ્નીફર ડોગની મદદ વડે રૂ.૨.૮૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા છે. બહુમૂલ્ય કિંમતના ડ્રગનો જથ્થો પકડાતા સમગ્ર કચ્છ પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી છે. કુલ ૮.લાખ ૮ હજાર ૮૧૦નો મુદામાલ પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે જાહેર કરાયેલી પોલીસ યાદી અનુસાર રાત્રે એસ.ઓ.જીના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે માધાપર ધોરીમાર્ગ પરથી બલેનો કાર નંબર જીજે૧૨ ડીએમ ૩૮૧૧ને ઝડપી લઈ કારને પોલીસ મથકે લઈ જઈ સ્નિફર ડોગની મદદ વડે કારના ગિયર બોક્સમાં છૂપાવેલા રૂ. ૨.૮૦ લાખના પાર્ટી ડ્રગ્ઝ સાથે ભુજના ૩ આરોપીને એસઓજીએ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ભુજના ૨૫ વર્ષીય અકરમ અબ્દુલગની સંધિસમાં , ૨૪ વર્ષીય નદીમ નૂરમામદ સમાં અને ૨૯ વર્ષના સાવન ચંદુલાલ સમાં સામે એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts