ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પદાર્થનું વેચાણ અને વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
અમરેલી જિલ્લાના બાબરા મુકામે રાજકોટથી ઢસા જઈ રહેલા વાહન નં. જીજે-૧૨-૫૪૩૩માં અનઅધિકૃત્ત ૨૧,૩૫૭ લીટર પેટ્રોલીયમ પદાર્થનો શંકાસ્પદ જથ્થો જેની કિંમત રુ.૧૯,૭૮,૫૨૮ થાય છે, તે મળી આવ્યો હતો. આ જથ્થાનો નમૂનો લેવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા કલેકટરશ્રીની સૂચના મુજબ તે અંગે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પેટ્રોલીય પદાર્થનો જથ્થો ધોરણસર ન હોવાનું તારણ સામે આવ્યું હતું. આ દરમિયાન આ જથ્થામાં પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બન હોવાનુ સામે આવ્યું હતું, જેના અનુસંધાનમાં કલેક્ટરશ્રીના આદેશ મુજબ આ જથ્થાનું વહન અને વેચાણ કરનાર માલિક, ડ્રાઈવર અને ખરીદ વેચાણ અને વહન કરનાર સોહનલાલ જોધારામ બીશ્નોઈ, અશોકભાઈ જગુભાઈ બસીયા, રહે. મુ. સાણથલી, તા.જસદણ તથા સીગ્મા પેટ્રોકેમ, રાજકોટ, એકોર્ડ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડીંગ, રાજકોટ અને ઓમ એન્ટરપ્રાઈઝ વલસાડના માલિકો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમન-૧૯૫૫ની કલમ-૩ અને કલમ – ૭ આઈ.પી.સી.ની કલમ-૧૮૬૦ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ ઈસમો સામે ઉક્ત બાબતે બાબરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમ મામલતદારશ્રી બાબરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments