અમરેલી

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જાગૃત્તિ અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે ધારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે પ્રતિજ્ઞા લેવામાં આવી

પાંચમી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને અમરેલી જિલ્લામાં જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. અમરેલીના ધારી એસ.ટી બસ સ્ટેશન ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

પર્યાવરણની જાળવણીના ઉદ્દેશને સફળ બનાવવા માટે એસ.ટી. કર્મચારીશ્રીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી ધોરણે બંધ કરવાની અપીલ કરી હતી. પ્લાસ્ટિક  બોટલ, પ્લાસ્ટિક  થેલીઓ સહિતના પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર ખતરો તોળાઇ છે. નાગરિકો જાગૃત્ત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરુરી છે.

ધારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા માટેની ઝુંબેશમાં એસ.ટી. અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

Related Posts