fbpx
અમરેલી

મંત્રીઓ બદલવાથી દેશની સ્થિતી સુધરશે નહી પરંતુ વડાપ્રધાન બદલવાથી દેશની સ્થિતી જરૂર સુધરશે : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

ભારતમાં છેલ્લા ૭ વર્ષથી ભાજપનું શાસન છે, ભાજપના રાજમાં દેશમાં દીનપ્રતિદીન મોંઘવારી બેફામ માજા મુકી રહી છે, ગરીબવર્ગ અને મધ્યમવર્ગને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, પેટ્રોલ,ડીઝલ,અને ગેસમાં રોજ દીવસેઉગે અને ભાવ વધે છે, આજે પેટ્રોલ અને ડીઝલે સદી ફટકારી દીધીછે, રાંધણગેસના ભાવ ૯૦૦ રૂા. સુધી પહોચી ગયા છે, દીનપ્રતિદીન આ મોદી સરકારના મોઘવારીના મારથી સામાન્ય જનતા પીસાયરહી છે,

ભારત દેશમાં આ ભાજપ સરકારના રાજમાં શિક્ષિતયુવાનો બેરોજગાર બનીને દરદર ભટકી રહયા છે, સમગ્ર દેશમાં કયાંય રોજગારી રહી નથી, તથા ધંધા રોજગાર ઠપ્પ પડયા છે, જેથી વેપારી વર્ગ પણ આર્થિક સંકડામણમાં ફસાઈ ગયા છે, જીવન જીવવું દોહલું બની ગયું છે, આજે ખાતર,બીયારણ, જતુનાશક દવા વગેરે ખેતીલગત ખચા૬/ગ્:ત્સઓ વધી જવાથી આજે આ દેશનો ખેડુતપણ ખેતીકરી શકતો નથી, આ કોરના કાળમાં મોદી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે,ભાજપ સરકારની અણઆવડતના કારણે આજે ભારત દેશની સ્થિતી ખુબ જ વિકટ બની ગઈ છે,

આ મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી ત્યારે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ભાજપ સરકાર પોતાના મંત્રીઓ બદલી રહી છે, મંત્રઓ બદલવાથી દેશની સ્થિતી બદલવાની નથી પરંતુ જો વડાપ્રધાન બદલવામાં આવે તો ભારત દેશની સ્થિતી જરૂર થી બદલાશે.

Follow Me:

Related Posts