મંદાનાએ બોલિવૂડ છોડવાનું કર્યું એલાન, શું છે કારણ? 
મી ટુ ઝુંબેશમાં મંદાના સહિત અનેક મહિલાઓએ સાજિદ ખાન સામે ગેરવર્તણૂક-શોષણના આરોપ લગાવ્યા હતા સમગ્ર બોલિવૂડને હચમચાવી નાખનારી મી ટુ ઝુંબેશમાં મહત્ત્વનો રોલ કરનારી મંદાના કરીમીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મંદાના સહિત કેટલીક મહિલાઓએ ફિલ્મ મેકર સાજિદ ખાન પર ગેરવર્તણૂકના આરોપ લગાવ્યા હતા. બિગ બોસ ૧૬માં સાજિદ ખાનને એન્ટ્રી મળ્યા બાદ બોલિવૂડના નાના-મોટા સ્ટાર્સ તેના માટે કૂણી લાગણી વ્યક્ત કરીને મહાનતાના ગુણગાન ગાઈ રહ્યા છે. આ ટ્રેન્ડથી નિરાશ થઈને મંદાનાએ બોલિવૂડ છોડવાનું એલાન કર્યું છે. મંદાનાનું માનવું છે કે, મહિલાઓનું માન જળવાતું ન હોય તેવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું જાેઈએ નહીં.
સલમાન ખાનના રિયાલિટી શોમાં સાજિદ ખાનના આગમન બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચેલી છે. મી ટુના આરોપી અને ખરાબ વર્તન માટે વગોવાયેલા વ્યક્તિને રિયાલિટી શોમાં લાવવાનો ર્નિણય નેટિઝન્સ વખોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાજિદ ખાને પોતાની પોઝિશનનો ગેરલાભ ઊઠાવીને સંખ્યાબંધ મહિલાઓનું શોષણ કર્યું હોવાના આક્ષેપ થયા હતા. મંદાના પણ તેમાંની એક હતી. મંદાનાએ આરોપ લગાવ્યો હતો કે, હમશકલ્સ ફિલ્મ માટે સાજિદ ખાનને મળવા ગઈ ત્યારે તેણે કપડાં ઉતારવા કહ્યું હતું. કપડાં ઉતાર્યા બાદ મને ગમશે તો જ રોલ મળશે તેવું સાજિદ ખાને જણાવ્યું હતું. મહિલાઓની સતામણીના આરોપ લાગ્યા બાદ સાજિદ ખાનની ખૂબ ટીકા થઈ હતી. લાંબા સમય સુધી સાજિદ ખાન જાહેરમાં દેખાયો ન હતો.
ચાર વર્ષ બાદ સાજિદ ધામધૂમથી પાછો ફર્યો છે અને બિગ બોસમાં તેનું જાેરદાર સ્વાગત થઈ રહ્યું છે. મંદાનાએ જણાવ્યું હતું કે, સાજિદને ફરી સ્પોટલાઈટમાં જાેઈને સહેજ પણ નવાઈ નથી લાગી. રૂપિયા મળતા હોય અને લાભ થતો હોય તો રેતીમાં મોઢું છુપાવીને આંખો બંધ કરી લેવાની માનસિકતા લોકોની છે. ભારત સહિત અનેક દેશોમાં મી ટુ ઝુંબેશ નિષ્ફળ રહી છે.
કેટલીક મહિલાઓ હિંમત કરીને બહાર આવી હતી, પણ કોઈ પલગાં લેવાયા નથી. આવા લોકોનો બોયકોટ નથી થતો. સાજિદ સામે અવાજ ઊઠાવ્યો હોવાથી સાત મહિનાથી કોઈ કામ નથી મળ્યું. હું પણ ઓડિશન માટે જતી નથી. મારે હવે બોલિવૂડમાં કામ કરવું નથી. મહિલાઓનું સન્માન ન થતું હોય તેવી ઈન્ડસ્ટ્રીમાં મારે રહેવું નથી. મંદાના કરીમી છેલ્લે કંગના રણોતના રિયાલિટી શો લોક અપમાં જાેવા મળી હતી.
Recent Comments