મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક સંપુટ દાતા નિલેશભાઈ નારોલા પરિવાર ના હસ્તે લોકપર્ણ
દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક સંપુટ અર્પણ કરતા દાતા પરિવાર વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં.
સ્વ ઘનજીભાઈ ભીમજીભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્ન નિલેશભાઈ અરજણભાઈ નારોલા ના આર્થિક સહયોગ થી કોલેજ પછી નોકરી ની તૈયારી કરતા વિદ્યાર્થી ઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક સંપુટ દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જાહેર હિત માટે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સંસ્થા ને અર્પણ કર્યા હતા આ તકે સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી અને વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા માર્કેટયાર્ડ ના ચેરમેન ભગવનભાઈ નારોલા ભરતભાઇ ભટ્ટ વજુભાઇ સિદ્ધપુરા માધવ સ્ટીલ ના જયતિભાઈ નારોલા જીવદયા ટ્રસ્ટ ના મનસુખભાઇ નારોલા સહિત મોટી સંખ્યા માં વાંચક વર્ગ તેમજ વિદ્યાર્થી ની ઉપસ્થિતિ દાતા પરિવાર ના અરજણભાઈ નારોલા જયતિભાઈ નારોલા ના વરદહસ્તે સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તક સંપુટ નું લોકાર્પણ કરાયું હતું.
સુરત સ્થિત યુવાન નિલેશ નારોલા ની પ્રેરક પહેલ ને બિરદાવતા સંસ્થા પ્રમુખે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ટ્રસ્ટી એવમ વાંચક વિદ્યાર્થી વર્ગ સ્થાનિક અગ્રણી ઓ એ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા વતન થી દુરસદુર રહી વતન માટે ચિંતા કરતા યુવાન નિલેશ નારોલા એ સાહિત્ય સંસ્થા માં આવતા અને સ્પર્ધાત્મક અભ્યાસ કરતા વિદ્યાર્થી જગત માટે અનોખી પહેલ કરી રેવન્યુ પોલીસ પંચાયત સહિત સિવિલ સર્વિસ સહિત ની નોકરી લક્ષી પરીક્ષા માટે અતિ ઉપીયોગી પુસ્તકો નો સંપુટ અર્પણ કરી ઉમદાઉદરણ પૂરું પાડ્યું હતું આજે સંસ્થા પરિસર માં દાતા પરિવાર ના અરજણભાઈ સહિત ના કુટુંબીજનો એ સંસ્થા ના પ્રમુખ ટ્રસ્ટી ઓને આ પુસ્તક સંપુટ અર્પણ કર્યા હતો.
Recent Comments