દામનગર સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો।
સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માંમોતિયા ના દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ દવા ટીપાં ચશ્માં રહેવા જમવા લાવવા લઈ જવા સુધી ની તપાસ સુવિધા સંપૂર્ણ મફત આપતા આ સેવાયજ્ઞ માં ગુજરાત સરકાર ગાંધીનગર ના અમરેલી જિલ્લા પંચાયત ના આર્યુવેદક દવાખાના વિભાગ ના ડો સાગર જોશી ડો મનીષભાઈ જેઠવાહોમિયોપેથીક દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ માં સેવા આપી હતી.
સંસ્થા ના ટ્રસ્ટી ભરતભાઇ ભટ્ટ જીતુભાઇ બલર રમેશભાઈ જોશી ધીરુભાઈ ભટવદર દિલીપભાઈ પરમાર મેરાઈ રવજીભાઈ નારોલા કિશોરભાઈ વાજા ચિરાગ સોલંકી સહિત ના સ્વંયમ સેવકો ની સુંદર સેવા એ ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો.















Recent Comments