મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ થઈ રહે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં આજરોજ તા. ૭ નવેમ્બર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેઠકમાં કલેકટરશ્રીએ મતદાન મથકો ખાતે ખાતરીપૂર્વકની લઘુતમ સવલતો જેવી કે રેમ્પ, પીવાનું પાણી, પૂરતું ફર્નિચર, વીજળી, પુરવઠો જેવી સગવડતાઓ પ્રાપ્ત થાય તેમજ જરૂર જણાય યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી બી.એમ.સીના સીટી એન્જિનિયરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments