મથુરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચઢી ગઈ ટ્રેનપ્લેટફોર્મ પર ટ્રેન ચઢી જતા સ્ટેશન પર નાસભાગ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા ઈસ્ેં મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન પ્લેટફોર્મ પર નાસભાગ મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત દરમિયાન એક મુસાફર ઘાયલ થયો હતો. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે શકુરબસ્તીથી આવેલી ઈસ્ેં ટ્રેન મુસાફરોને ઉતારવા માટે પ્લેટફોર્મ નંબર બે પર રોકાઈ હતી. પરંતુ પછી અચાનક તે ફરીથી ઝડપથી ચાલવા લાગી અને પ્લેટફોર્મની ટોચ પર ચઢી ગઈ.
આ અકસ્માત દરમિયાન પ્લેટફોર્મ પાસે પાંચ-છ લોકો ઉભા હતા. જાેકે, તેઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગળ એક થાંભલો આવવાને કારણે ટ્રેન રોકાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દરમિયાન એક બાળક ટ્રેનની નીચે આવી ગયું હતું, પરંતુ તેને કોઈ ઈજા થઈ ન હતી. ગીરરાજ સિંહ નામના વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના બાદ મથુરા-દિલ્હી રેલ્વે લાઈન પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અમૃતસર-બાંદ્રા ટર્મિનસ, માલવા સુપરફાસ્ટ સહિત અનેક ટ્રેનોને દિલ્હી તરફ રોકવામાં આવી છે.
હાલમાં અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. આ મામલે મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે શકુરબસ્તીથી આવી રહેલી ઈસ્ેં ટ્રેન મુસાફરોને ઉતારવા માટે પ્લેટફોર્મ નંબર બે પર રોકાઈ હતી. પરંતુ પછી અચાનક તે ફરીથી ઝડપથી ચાલવા લાગી અને પ્લેટફોર્મની ટોચ પર ચઢી ગઈ. આ અકસ્માત સમયે પ્લેટફોર્મ પાસે પાંચ-છ લોકો ઉભા હતા. કોઈક રીતે તેઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. એવું પણ કહેવાય છે કે અચાનક ટ્રેનની સામે એક થાંભલો આવ્યો અને તે થંભી ગઈ. અહેવાલો અનુસાર, આ અકસ્માત દરમિયાન એક બાળક ટ્રેનની નીચે આવી ગયું હતું, પરંતુ તેને કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે ગીરરાજસિંહ નામના વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. આ ભયાનક ઘટના બાદ મથુરા-દિલ્હી રેલ્વે લાઇન પર ટ્રેનની અવરજવર ખોરવાઈ ગઈ છે. તેમજ અમૃતસર-બાંદ્રા ટર્મિનસ, માલવા સુપરફાસ્ટ સહિત આ લાઇન પર દોડતી ઘણી ટ્રેનોને દિલ્હી તરફ વાળવામાં આવી છે. રેલવે અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.
Recent Comments