fbpx
ગુજરાત

મધુ શ્રીવાસ્તવની પત્નીએ ૩ જગ્યા પરથી ટિકિટ માગી, પુત્ર અને પુત્રી પણ દાવેદાર


કોંગ્રેસને પરિવારવાદ મુદ્દે આડેહાથ લેનાર ભાજપમાં પણ હવે આ ચેપ પ્રસર્યો છે. વર્ષ ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્નીએ ૩ જગ્યા પરથી ચૂંટણી લડવા દાવો કર્યો છે. તેમજ પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ૩૪ અને તાલુકા પંચાયતની ૧૬૮ બેઠકો માટે સેન્સ લીધા હતા. જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્ની સવિતાબેનએ કોટંબી જિલ્લા પંચાયત,કામરોલ તાલુકા પંચાયત અને લીમડા તાલુકા પંચાયતમાં, તેમની દિકરી નિલમ શ્રીવાસ્તવ દ્વારા ગોરજ જિલ્લા પંચાયતમાં અને દિકરા દિપક શ્રીવાસ્તવે વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૫માં દાવેદારી નોંધાવી છે.

જિલ્લા ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યો ત્યારે દાવેદારોએ ધારાસભ્યના પરિવારના સભ્યોએ દાવેદારી નોંધાવી તે અંગે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો છે. દાવેદારોનું કહેવું છે કે, મધુ શ્રીવાસ્તવના પત્ની સવિતાબેનને કોટંબી જિલ્લા પંચાયત અને દિકરી નિલમને ગોરજ જિલ્લા પંચાયતની ટીકીટ અપાય તો ખરેખર દાવેદારો છે તેમને ટીકીટ નહી મળે . શ્રીવાસ્તવ દ્વારા તાલુકા પંચાયતમાં પોતાની પેનલ ઉભી રાખતાં માત્ર ૨ કે ૩ ઉમેદવારો જ જીતી શક્યાં હતાં.

જેના કારણે વાઘોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સતા મળી હતી તેવી પણ રજૂઆત થઇ હતી બીજી તરફ ડભોઈ ધારાસભ્ય અને વોર્ડ નંબર ૧૫ ના પૂર્વ કોર્પોરેટર શૈલેષ મહેતાના દિકરા ધ્રુમિલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ના દિકરાએ , વાઘોડિયાના ધારાસભ્યના દિકરા દીપકે એક જ વોર્ડમાંથી ટીકીટની માંગણી કરી હતી.

Follow Me:

Related Posts