આપ પાર્ટી દ્વારા બીજેપી ગુજરાતના તમામ હોદ્દેદારોને 70 જેટલા વિધાનસભા મતક્ષેત્રમાં કોઈ પણ સરકારી સ્કૂલ જોવા માટે અામંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ વાતને
બિલકુલ ઈગ્નોર કરવામાં આવી હતી પરંતુ આજે મનિષ સિસોદીયાએ દિલ્હીથી ભાનવનગર આવીને અહીંની બે સ્કૂલો સરકારી જોઈ હતી. ત્યાર બાદ આ સ્કૂલોની દયનીય
સ્થિતિ છે અને તેની સ્થિતિ વિશે તેમને પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની વાત કહી હતી.
આજે ખુશ છું કે, રાજનિતીમાં શિક્ષણ પર વાત થઈ રહી છે. શિક્ષણ પર રાજનિતી થઈ રહી છે. શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને દિલ્હીમાં આવવા માટે આમંત્રણ આપુ છું 5
વર્ષમાં અમે શું કામ કર્યું છે. આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે. અમે દરેકનું સ્વાગત કરીશું.
આ રાજનિતીક વાત નથી. પરંતુ આ દેશનું ભવિષ્ય છે. આ પ્રકારની સ્કૂલોમાં દેશની તરંકી થઈ રહી છે. આજે હું શિક્ષણ મંત્રીના મતક્ષેત્રની સ્કૂલોમાં ગયો તો બીજેપી આ
વાતથી નારાજ થઈ ગઈ. પરંતુ દિલ્હીમાં બીજેપી સાંસદ સ્કૂલોમાં ગયા પરંતુ તેમને ત્યાં પ્લાસ્ટર બની રહ્યું છે એ જોવા મળ્યું, ટાઈલ તૂટેલી છે એ જોવા મળી.
એક પણ સ્કૂલ એવી ના મળી જ્યાં બોર્ડ ના લાગ્યું હોત, કરોડીયાના મોટા જાળા હોય, સફાઈ સાથેની પાણીની વ્યવસ્થા ના હોય. 5 વર્ષમાં અમે જે કર્યું તે 27 વર્ષમાં અહીં નથી થયું .


















Recent Comments