૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરના ઈડ્ઢ રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે. આ રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢનું કહેવું છે કે, તેમને દીપક રામદાનીની પૂછપરછ કરવાની છે. ઈડ્ઢને સુકેશ દ્વારા જેલ સત્તાવાળાઓને કરવામાં આવેલી ચૂકવણીની માહિતીની જરૂર છે. સુકેશ ઉપરાંત ઈડ્ઢએ તેના સાથી દીપક રામદાનીના પણ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કરોડોના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સિવાય પણ અનેક નામો સામે આવ્યા છે. હવે આ મામલે એક નવું નામ પણ સામેલ થયું છે.
જેમાં ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પર સકંજાે કસવામાં આવ્યો છે. ઈડ્ઢએ આ કેસમાં કરીમ મોરાનીને સમન્સ જારી કર્યા છે. કરીમ મોરાની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. જેકલીન અને નોરા બાદ હવે તેમને પણ શંકાના દાયરામાં લેવામાં આવ્યા છે. ફિલ્મમેકર કરીમે શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ અને રા વન જેવી હિટ ફિલ્મો બનાવી છે. આ સિવાય તે મોરાની ફિલ્મ પ્રોડક્શન અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો પણ માલિક છે. જાેકે, આ પહેલીવાર નથી કે, કરીમ મોરાનીનું નામ વિવાદોમાં ફસાયું હોય. આ પહેલા પણ તે બે વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. ૨જી સ્પેક્ટ્રમ કેસમાં કરીમ મોરાનીનું નામ ફસાયું હતું. તે જ સમયે, તે હવે ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢની શંકાના દાયરામાં છે.
સુકેશ ચંદ્રશેખર હાલમાં ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. આ કેસમાં ઈડ્ઢ જેકલીન અને નોરા ફતેહીની સમયાંતરે પૂછપરછ કરતી રહે છે. વાતચીત દરમિયાન ઘણા મહત્વના ખુલાસા પણ થયા છે. સાથે જ ચાહત ખન્નાએ પણ સુકેશ ચંદ્રશેખર વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. સુકેશ ચંદ્રશેખરની દિલ્હી પોલીસે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ સુકેશ તિહાર જેલમાં બંધ હતો. આ કેસમાં જેક્લીન અને નોરાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુકેશ બંને અભિનેત્રીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરવા માટે તેમને મોંઘીદાટ ભેટ આપતો હતો. એવા પણ અહેવાલ છે કે, સુકેશ ચંદ્રશેખર જેકલીનને પ્રેમ કરતો હતો. બંને લગ્ન પણ કરવા માંગતા હતા.
Recent Comments