લોકપ્રિય મલયાલમ અભિનેતા કોટ્ટયમ પ્રદીપનું નિધન થયું છે. અભિનેતાએ ૧૭ ફેબ્રુઆરીની સવારે ૬૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે, કોટ્ટાયમ પ્રદીપનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. કોટ્ટયમ પ્રદીપના આકસ્મિક નિધનથી હાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પૃથ્વીરાજ સુકુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ સમાચાર શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. પ્રદીપને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તે સમયે અભિનેતા કેરળના કોટ્ટાયમમાં હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
અભિનેતાના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. અભિનેતાના મૃત્યુના સમાચારથી હાલ ચાહકો અને સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકો અભિનેતાને શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા પ્રદીપને યાદ કરતા પૃથ્વીરાજ સુકુમારને ટિ્વટર પર લખ્યુ કે, ‘રેસ્ટ ઇન પીસ પ્રદીપ.’ અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળીને ડાયરેક્ટર જ્હોન મહેન્દ્રને એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું ‘મલયાલમ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ નેચરલ અભિનેતા હવે નથી રહ્યા.’ તમને જણાવી દઈએ કે, પ્રદીપે વર્ષ ૨૦૦૧માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ ફિલ્મોમાં કોમેડી ભૂમિકાઓ ભજવતા હતા. મલયાલમ અભિનેતાએ અત્યાર સુધીમાં ૭૦ ફિલ્મોમાં કામ કર્યું હતુ.
તેમની પ્રથમ ફિલ્મ હતી ઈી દ્ગટ્ઠઙ્ઘે ઈહટ્ઠઙ્મી ફટ્ઠિી. આ ફિલ્મમાં તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દિગ્દર્શક ગૌતમ મેનનની વિનૈતાંદી વરુવાયામાં પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાએ ‘ઓરુ વદક્કન સેલ્ફી’,કુંજીરામાયનમ, આડુ ઓરુ ભીગરાજીવાનુ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
Recent Comments