રાષ્ટ્રીય

મસુરની દાળમાં એડ કરો આ 1 વસ્તુ, ચહેરો ગ્લો કરશે અને શરીરની કાળાશ પણ દૂર થશે

મસુરની દાળ સ્કિન માટે સૌથી બેસ્ટ છે. મસુરની દાળ તમારા રંગને ગોરો કરે છે અને સાથે તમારી સ્કિનને સોફ્ટ પણ બનાવે છે. આ માટે બાળક જ્યારે નાનું હોય ત્યારે તમે મસુરની દાળથી નવડાવો છો તો એની સ્કિન ફેર થાય છે અને સાથે સ્કિન સોફ્ટ પણ થાય છે. મસુરની દાળ તમારા ચહેરા પરના ખીલને પણ દૂર કરે છે. જો તમે મસુરની દાળમાંથી આ માસ્ક બનાવીને ચહેરા પર, કોણી પર અને ઢીંચણમાં લગાવશો તો કાળાશ દૂર થશે અને તમારી સ્કિન ગોરી થશે.

મસુરની દાળ અને દહીં

મસુરની દાળ અને દહીં દરેક સ્કિનના લોકો માટે બેસ્ટ છે. આ માસ્ક બનાવવા માટે 2-3 ચમચી મસુરની દાળ લો. આ દાળ પહેલા પીસી લેવાની છે. ત્યારબાદ એક વાટકીમાં વાટેલી મસુરની દાળ અને એમાં દહીં એડ કરીને સ્મુધ પેસ્ટ બનાવો. હવે આ માસ્ક તમારે એકદમ સ્મુધ બનાવવાનું છે. હવે આ મિશ્રણને બરાબર હલાવી દો. તો તૈયાર છે મસુરની દાળ અને દહીંનું માસ્ક.

આ માસ્ક તમારા ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. જો તમે આ માસ્ક રેગ્યુલર લગાવશો તો ચહેરા પરના ખીલ, કાળા ડાધા ધબ્બા જેવી અનેક સમસ્યાઓ અઠવાડિયામાં દૂર થઇ જશે. આ સાથે જ જો તમારી કોણી, ઢીંચણ અને શરીરનો બીજો ભાગ બ્લેક થઇ ગયો હોય ત્યાં આ માસ્ક લગાવીને 15 મિનિટ માટે રહેવા દો છો તો થોડા સમય પછી તમને તરત જ રિઝલ્ટ જોવા મળશે. આ માસ્ક ચહેરા પર લગાવીને પછી 20 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારો ચહેરો મસ્ત થઇ જશે અને ફેશિયલ કરાવવાની પણ જરૂર નહિં પડે.

Related Posts