ભારતની સૈન્ય બનશે વધુ મજબૂત; ફ્રાંસ પાસેથી ભારત ખરીદશે ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ
ભારત ફ્રાન્સ પાસેથી ૨૨ સિંગલ સીટર, ૪ ડબલ સીટર વિમાન ખરીદાશેભારત ફ્રાન્સ પાસેથી ૨૨ સિંગલ સીટર, ૪ ડબલ સીટર વિમાન ખરીદાશે
ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ભારત અને ફ્રાન્સે ૬૩૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતને ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આ સાથે જ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધશે કેમ કે ભારતીય નેવી પણ રાફેલ વિમાન સાથે પ્રહારો કરવામાં સક્ષમ બનશે.
૬.૬ અબજ યુરો એટલે કે ૬૩,૮૮૭ કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને ૨૨ નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (ઇટ્ઠકટ્ઠઙ્મી-સ્) જેટ અને ૪ નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ ૨૬ નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે ૩૬ નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.
રાફેલ જેટ એક મલ્ટિ-રોલ ફાઈટર વિમાન છે, જે વિવિધ પ્રકારના મિશન પાર પાડી શકે છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
ડિઝાઈન સુવિધાઓ: રાફેલમાં ડેલ્ટા વિંગ્સ અને ટ્વીન એન્જિન છે, જે તેને વધુ સારી ગતિ અને સંચાલન ક્ષમતા આપે છે.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ ૨૭ એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ ૨૮ એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જાેવી પડશે. પહેલો બેચ ૨૦૨૯ ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર ૨૦૩૧ સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો ૈંદ્ગજી વિક્રમાદિત્ય અને ૈંદ્ગજી વિક્રાંત જેવા વિમાનવાહક જહાજાે પરથી સંચાલિત થશે.
મલ્ટિરોલ ક્ષમતા: રાફેલ એર ટુ એર (આકાશમાં દુશ્મન વિમાનો સાથે લડવા) અને એર ટુ લેન્ડ (આકાશમાંથી જમીન પરના લક્ષ્યાંકો પર) હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે દુશ્મનના દરિયાઈ જહાજાે પર પણ હુમલો કરી શકે છે અને જાસૂસી મિશનો પણ પાર પાડી શકે છે.
ચીલ ઝડપ: રાફેલ મહત્ત્મ ૧,૯૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. ઊંચાઈ મેળવવાની દ્રષ્ટિએ રાફેલ વિશ્વનું સૌથી અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ છે. તે ફક્ત એક જ મિનિટમાં ૧૮૦૦૦ મીટર એટલે કે ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે.
લાંબુ અંતર કાપવાની ક્ષમતા: રાફેલની ‘કોમ્બેટ રેન્જ’ (હુમલા માટે દુશ્મન ક્ષેત્રમાં જઈને પાછા ફરવાની રેન્જ) લગભગ ૧,૮૫૦ કિલોમીટર છે. તેની ‘ફેરી રેન્જ’ (ઈંધણ ટાંકીઓ પૂરેપૂરી ભર્યા પછી સળંગ ઉડવાની રેન્જ) ૩,૭૦૦ કિલોમીટર જેટલી છે.
અત્યાધુનિક એવિઓનિક્સ: રાફેલ અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ્સ ધરાવે છે, જે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
વ્યાપક શસ્ત્રાગાર: રાફેલ વિમાન અનેક પ્રકારના હળવા અને વજનદાર મારક શસ્ત્રોનું વહન કરી શકે છે. તે પરમાણુ શસ્ત્રો વાપરવાની ક્ષમતા પણ ધરાવે છે.
હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા: હવામાં ઉડતું હોય ત્યારે પણ રાફેલમાં ઈંધણ ભરી શકાય છે, જેને લીધે તે લાંબા સમય સુધી હવામાં સવાર રહી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ બહુ ઉપયોગી પાસું સાબિત થઈ શકે છે.
સાંકડી જગ્યામાં ઉતરવાની ક્ષમતા: રાફેલ સાંકડી જગ્યામાં ઉતરાણ કરવામાં સક્ષમ છે, જેને લીધે તેનું સંચાલન નાના હવાઈ મથકો અને વિમાનવાહક જહાજાે પરથી પણ સલામતિપૂર્વક કરી શકાય છે.
વિષમ હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્યક્ષમ: વિષમ હવામાન હોય ત્યારે પણ રાફેલ ઉડાન ભરવા અને સલામત લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ભારત અને ફ્રાન્સે ૬૩૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતને ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આ સાથે જ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધશે કેમ કે ભારતીય નેવી પણ રાફેલ વિમાન સાથે પ્રહારો કરવામાં સક્ષમ બનશે.
૬.૬ અબજ યુરો એટલે કે ૬૩,૮૮૭ કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને ૨૨ નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (ઇટ્ઠકટ્ઠઙ્મી-સ્) જેટ અને ૪ નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ ૨૬ નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે ૩૬ નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.
રાફેલ જેટ એક મલ્ટિ-રોલ ફાઈટર વિમાન છે, જે વિવિધ પ્રકારના મિશન પાર પાડી શકે છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
- મલ્ટિરોલ ક્ષમતા: રાફેલ એર ટુ એર (આકાશમાં દુશ્મન વિમાનો સાથે લડવા) અને એર ટુ લેન્ડ (આકાશમાંથી જમીન પરના લક્ષ્યાંકો પર) હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે દુશ્મનના દરિયાઈ જહાજાે પર પણ હુમલો કરી શકે છે અને જાસૂસી મિશનો પણ પાર પાડી શકે છે.
- ચીલ ઝડપ: રાફેલ મહત્ત્મ ૧,૯૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. ઊંચાઈ મેળવવાની દ્રષ્ટિએ રાફેલ વિશ્વનું સૌથી અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ છે. તે ફક્ત એક જ મિનિટમાં ૧૮૦૦૦ મીટર એટલે કે ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે.
- લાંબુ અંતર કાપવાની ક્ષમતા: રાફેલની ‘કોમ્બેટ રેન્જ’ (હુમલા માટે દુશ્મન ક્ષેત્રમાં જઈને પાછા ફરવાની રેન્જ) લગભગ ૧,૮૫૦ કિલોમીટર છે. તેની ‘ફેરી રેન્જ’ (ઈંધણ ટાંકીઓ પૂરેપૂરી ભર્યા પછી સળંગ ઉડવાની રેન્જ) ૩,૭૦૦ કિલોમીટર જેટલી છે.
- અત્યાધુનિક એવિઓનિક્સ: રાફેલ અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ્સ ધરાવે છે, જે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- વ્યાપક શસ્ત્રાગાર: રાફેલ વિમાન અનેક પ્રકારના હળવા અને વજનદાર મારક શસ્ત્રોનું વહન કરી શકે છે. તે પરમાણુ શસ્ત્રો વાપરવાની ક્ષમતા પણ ધરાવે છે.
- હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા: હવામાં ઉડતું હોય ત્યારે પણ રાફેલમાં ઈંધણ ભરી શકાય છે, જેને લીધે તે લાંબા સમય સુધી હવામાં સવાર રહી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ બહુ ઉપયોગી પાસું સાબિત થઈ શકે છે.
- સાંકડી જગ્યામાં ઉતરવાની ક્ષમતા: રાફેલ સાંકડી જગ્યામાં ઉતરાણ કરવામાં સક્ષમ છે, જેને લીધે તેનું સંચાલન નાના હવાઈ મથકો અને વિમાનવાહક જહાજાે પરથી પણ સલામતિપૂર્વક કરી શકાય છે.
- વિષમ હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્યક્ષમ: વિષમ હવામાન હોય ત્યારે પણ રાફેલ ઉડાન ભરવા અને સલામત લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.
- ડિઝાઈન સુવિધાઓ: રાફેલમાં ડેલ્ટા વિંગ્સ અને ટ્વીન એન્જિન છે, જે તેને વધુ સારી ગતિ અને સંચાલન ક્ષમતા આપે છે.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ ૨૭ એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ ૨૮ એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જાેવી પડશે. પહેલો બેચ ૨૦૨૯ ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર ૨૦૩૧ સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો ૈંદ્ગજી વિક્રમાદિત્ય અને ૈંદ્ગજી વિક્રાંત જેવા વિમાનવાહક જહાજાે પરથી સંચાલિત થશે.
Recent Comments