બોલિવૂડ

‘મહાભારત’ના ‘શકુની મામા’ એક્ટર ગૂફી પેન્ટલનું નિધન

બીઆર ચોપડાની ‘મહાભારત’માં શકુની મામાનું પાત્ર ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલનું નિધન થયું છે. ગૂફી પેન્ટલ તેમની બીમારીને કારણે છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે સોમવારે મુંબઈમાં ૭૯ વર્ષની વયે તેમનું નિધન થયું છે. ફરીદાબાદમાં ગૂફીની તબિયત બગડી હતી, હાલત ગંભીર થતાં તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતાં. પરંતુ, સોમવારે સવારે તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતાં. એક્ટરના પરિવારે એક નિવેદન રજૂ કરતાંકહ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે અમારા પિતા મિસ્ટર ગૂફી પેન્ટલનું નિધન થયું છે. આજે સવારે પરિવારજનોની હાજરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’ ગુફી પેન્ટલ ઘણા સમયથી બીમાર હતા. તેમને ૩૧ મેના રોજ જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગૂફી પેન્ટલ એક પ્રખ્યાત અભિનેતા હતા, જે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘રફુ ચક્કર’થી કરી હતી. તે ‘દિલ્લગી’, ‘દાવા’, ‘દેશ પરદેશ’ અને ‘સમ્રાટ’ જેવી ફિલ્મોમાં જાેવા મળ્યો છે. ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘સુહાગ’માં તે અક્ષય કુમારના મામાના રોલમાં જાેવા મળ્યા હતાં. જણાવી દઈએ કે, ‘મહાભારત’માં તેમણે શકુનીનું પાત્ર ભજવ્યુ હતું અને આ જ સીરિયલના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતાં. તે છેલ્લીવાર સ્ટાર ભારતનાં શો ‘જય કનૈયા લાલ કી’માં જાેવા મળ્યા હતાં.

Related Posts