મહારાષ્ટ્રના અકોલામાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ભડકી હિંસા, ૧ વ્યક્તિનું મોત ૮ ઘાયલ
મહારાષ્ટ્રના અકોલામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક મહિલા પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે. અકોલામાં ટોળાએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ અથડામણ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે થઈ હતી. હાલ સ્થિતિને કાબુમાં કરવા માટે સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. મહત્વનું છે કે અકોલામાં આ બીજી આવી ઘટના બની છે. થોડા દિવસ પહેલા પણ અકોલામાં આ રીતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અકોલા હિંસા અંગે જાણવા મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સમગ્ર વિવાદ શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં બાર લોકોની ધરપકડ કરી છે. સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે તંત્ર દ્વારા અહીં ૧૪૪ કલમ લાગુ કરવામાં આવી છે. આ અંગે અકોલાના કલેક્ટર ની માં અરોરા એ જણાવ્યું હતું કે હિંસક અથડામણ પછી શહેરમાં ૧૪૪ કલમ લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર લોકોએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે. સામાન્ય વિવાદ બાદ સમગ્ર ઘટના હિંસક અથડામણમાં પરિવર્તિત થઈ હતી જ ના કારણે લોકોની ભીડ ઉમટી પડી હતી.
Recent Comments