કુર્લા જમીન ઉચાપત કેસમાં ઈડ્ઢ દ્વારા પકડાયેલા દ્ગઝ્રઁના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત અચાનક બગડી હતી. મળતી માહિતી મુજબ શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ નવાબ મલિકની તબિયત બગડી હતી. નવાબ મલિકની પુત્રી સના મલિકે આ માહિતી આપી છે. સના મલિકના જણાવ્યા અનુસાર, તેની તબિયત બગડતાં જ તેને કુર્લાની કૃતિ કેર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. કૃતિ કેર હોસ્પિટલના ડોકટરોની ટીમ નવાબ મલિકની સ્થિતિ પર નજર રાખી રહી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવાબ મલિકની ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે પૈસાની લેવડ-દેવડ અને તેની બહેન સાથે જમીનની લેવડ-દેવડના સંબંધમાં ઈડી તેની તપાસ કરી રહી હતી. આ કારણોસર ઈડ્ઢએ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ નવાબ મલિક ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા. તેને થોડા મહિના પહેલા જ તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા. દ્ગઝ્રઁમાં બળવા પછી નવાબ મલિક અજિત પવારના જૂથમાં છે. તેઓ વિધાનસભા સત્રમાં સત્તાધારી પક્ષમાં બેઠા હતા. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમના વિરોધમાં અજિત પવારને પત્ર લખ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે આ પત્ર સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દાઉદ સાથેના સંબંધોના આરોપોના આધારે નવાબ મલિકની એન્ટ્રીનો વિરોધ કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે મલિક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે જાેતા તેમને સામેલ કરવું યોગ્ય નથી. ચૂંટણીનો સમય હોવા છતાં નવાબ મલિક જાહેર કાર્યક્રમોમાં જાેવા મળતા નથી. તબિયતના કારણોસર તેઓ હાલ રાજકીય પ્લેટફોર્મથી દૂર છે.
Recent Comments