મહાલક્ષ્મી હત્યા કેસના મુખ્ય આરોપીએ આત્મહત્યા કરી, ઓડિશામાંથી લાશ મળી
બેંગલુરુમાં 29 વર્ષીય મહિલાની હત્યા બાદ લાશના ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદ મુક્તિરાજન પ્રતાપ રાય (31) બુધવારે ઓડિશાના ભદ્રક જિલ્લાના ભુઈનપુર ગામ પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. શનિવારે, પોલીસને મહાલક્ષ્મીનો મૃતદેહ બેંગલુરુના વિનાયક નગરમાં તેના ઘરમાં ફ્રીજની અંદર મળ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી હતી અને આખરે રાયને મુખ્ય શકમંદ તરીકે ઓળખી કાઢ્યો હતો.ઓડિશાના ધુસુરીમાં પોલીસના જણાવ્યા અનુસાર, રાયે કથિત રીતે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી શાંતનુ કુમાર જેનાએ જણાવ્યું કે તેમને આત્મહત્યાની માહિતી મળી છે અને મૃતકની ઓળખ રાય તરીકે થઈ છે.ઓડિશાના અધિક મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમારે જણાવ્યું હતું કે પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી છે જેમાં રાયે કથિત રીતે ગુનો કબૂલ કર્યો છે. કુમારે કહ્યું કે ઓડિશા પોલીસે પહેલેથી જ આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. સુસાઇડ નોટના આધારે, બેંગલુરુ પોલીસે પુષ્ટિ કરી છે કે તે આ જઘન્ય હત્યાનો આરોપી છે.પૂછવામાં આવ્યું કે શું ઓડિશા પોલીસે સુસાઇડ નોટ બેંગલુરુ પોલીસને સોંપી છે, કુમારે કહ્યું કે તે હવે કોર્ટનો દસ્તાવેજ છે. કુમારે કહ્યું કે બેંગલુરુ પોલીસે પહેલા વિનંતી સબમિટ કરવી પડશે અને કોર્ટની પરવાનગી લેવી પડશે, ત્યારબાદ અમે સુસાઈડ નોટ સોંપીશું.
Recent Comments