સૌરાષ્ટ - કચ્છ

મહાશિવરાત્રી મેળાને નિર્વિઘ્ને પાર પાડવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપતું જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર

જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીનો મેળો બે વર્ષથી કોરોના ના કારણે બંધ હતો ચાલુ વર્ષે મેળો યોજવાની સરકારે મંજૂરી આપી છે ત્યારે લાખો ભાવિકો મેળા ના દર્શનાર્થે ઉમટી પડવાના છે તેને કોઈ અગવડતા ન પડે અને તમામ યાત્રિકો નિર્વિઘ્ને મેળાનો આનંદ માણી શકે તે માટે જૂનાગઢ મહાનગર પાલિકા તંત્ર દ્વારા લાઇટ પાણી સફાઈ ટોયલેટ બાથરૂમ સ્ટોલ ની તમામ વ્યવસ્થાઓ ની શરૂઆત કરી દેવામાં આવી છે ૫૦થી વધુ પાણીની ટાંકીઓ અલગ અલગ વિસ્તારોમાં મુકવામાં આવશે આ ઉપરાંત લાઈટ માટેના 20 ટાવર ઊભા કરવામાં આવશે સીસીટીવી કેમેરા ફીટીંગ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે યુવાનો બાળકો પોતાના પરિવારથી અલગ પડી જાય તેને મેળવવા માટે માહિતી કેન્દ્ર સહિતના તમામ આયોજનો મહાનગર પાલિકા તંત્રએ આરંભી દીધા છે આ માટે જૂનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે રીવ્યુ બેઠકો પણ ચાલી રહી છે બે વર્ષથી મેળો બંધ હોવાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો મેળામાં આવે તેવી પણ શક્યતા છે જેને લઇને કોઇ અવ્યવસ્થા ન થાય તે માટે વહીવટી તંત્ર સજજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

Related Posts