મહિધરપુરામાં વરલી મટકાના જુગારધામ પર monitoring cell ના દરોડા, ૭ ઝડપાયા
સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં વરલી મટકાનો જુગાર રમતા ૭ લોકોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧.૧૬ લાખની મત્તા કબજે કરી હતી તેમજ વરલી મટકાનો જુગાર ચલવનાર ઇસમ સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે મહિધરપુરા સિનેમા રોડ સ્થિત દિલ્હીગેટ ડાંગી શેરી નબર ૩ પાસે ઓટલા પર જાહેરમાં કેટલાક લોકો વરલી મટકાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યા હતા પોલીસે અહીથી જુગાર રમતા અમે રમાડતા મળી કુલ ૭ લોકોની ધરપકડ કરી હતી જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૩૫,૧૧૦, ૭ મોબાઈલ, એક બાઈક, બે મોપેડ તથા જુગાર રમવા તથા રમાડવાના સાધનો મળી કુલ ૧,૧૬,૬૭૦ની મત્તા કબજે કરી હતી
Recent Comments