fbpx
રાષ્ટ્રીય

મહિલાઓનું સન્માન કરીએ છીએ, ક્યારેય રેપિસ્ટ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નથીઃ CJI

દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ‘તેની સાથે લગ્ન કરીશ’ અંગે વિવાદ થયો હતો. જે બાદ સોમવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડેએ કહ્યું કે, એક કોર્ટ અને સંસ્થા તરીકે અમે હંમેશા મહિલાઓનું સન્માન કરીએ છે. તેમણે કહ્યું કે, સમાચાર અને એક્ટિવિસ્ટે આ ટિપ્પણીને સંદર્ભની બહાર જાેઇ. જેના કારણે વિવાદ થયો અને કોર્ટની છબીને નુકસાન પહોંચ્યું. આ મામલે કોર્ટ સમક્ષ કાર્યવાહીનું સંપૂર્ણ રીતે ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એક સંસ્થાના રૂપમાં સર્વોચ્ચ અદાલતે મહિલાઓને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. ખંડપીઠે ક્યારેય અરજદારને પીડિતા સાથે લગ્ન કરવાનું કહ્યું નથી. અમે તે સુનવણીમાં પણ કોઇ સૂચન નથી કર્યું કે તમે લગ્ન કરી લો. અમે માત્ર તે પૂછ્યું હતું કે, શું તું લગ્ન કરીશ? તે મામલે ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું.

સુનવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે કોર્ટના નિવેદનોને સંપૂર્ણ રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા, જાણે લગ્ન અને સમાધાન માટે કોઇ સૂચન આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં એક સગીરના ૨૬ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે કરાયેલી અરજીની સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી. સીજેઆઇની અધ્યક્ષતાવાળી બેંચે આ ટિપ્પણી એક માર્ચે આરોપીની અરજી પર સુનવણી દરમિયાન કરી હતી, જેણે બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેંચ દ્વારા આગોતરા જામીન રદ કરવાના ર્નિણયને પડકાર્યો હતો. સીજેઆઇની ટિપ્પણી અંગે કડક પ્રતિક્રિયાઓ આવી હતી.

Follow Me:

Related Posts