મહીસાગરના લુણાવાડામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પૂતળું સળગાવવામાં આવ્યું. ભાજપ કાર્યકરોએ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. તો મહિલાઓએ નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી વધવા પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે લુણાવાડામાં વિરોધ કરાયો. મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ શરમ કરો શરમ કરોના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.
મહીસાગરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરાયું

Recent Comments