મહુવા તાલુકાના કોટિયા ગામ નજીક આવેલ બૃહદગીર જંગલની પર્વતમાળા વચ્ચે આવેલ ગોધામ કોટીયા-ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે બ્રહ્મલીન મોહનગીરીબાપુના સમાધિસ્થાન ખાતે આગામી તા. 13 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અહિના મહંત પૂ. થાણાપતિ લહેર ગીરીબાપુ દ્વારા ભજન, ભોજન,સત્સંગ ના ત્રિવેણી સંગમ સાથે કાર્યક્રમ થશે. સવારના આરતી, ગુરુપૂજન, ધ્વજા પૂજન ના કાર્યક્રમો ભક્તિભાવ સાથે થશે. ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.સૌ ભક્તજનોને ગુરુદત્તાત્રે આશ્રમ કોટીયા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.
મહુવા તાલુકાનાગોધામ કોટીયા-ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે બ્રહ્મલીન મોહનગીરીબાપુના સમાધિસ્થાન ખાતે આગામી તા. 13 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા ની ધામધૂમથી ઉજવણી

Recent Comments