માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ|. ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે નવા ૩૪ જેવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામ મંજૂર કર્યા છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રૂ|. ૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાઢડા સુધીના ૫૦.૪૮ કી.મીના ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરાશે. જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલિયાનું નિર્માણ થશે. આ રોડ પર ૧૦૦ કી.મીની સ્પીડ સુધી વાહનો દોડી શક્શે. આ ઉપરાંત રૂ|. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાઢડા – અમરેલીના ૫૦.૪૮ કી.મીનો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવશે
મહુવા થી અમરેલી નેશનલ હાઇવે મંજૂર..પછી આપના વાહનો પૂરપાટ વેગે દોડશે


















Recent Comments