ગુજરાત

મહેસાણામાં રામપુરા નજીક અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત, એક ઘાયલ

મહેસાણા તાલુકામાં આવતા રામપુરા દેવરાસન રોડ પર ગઈ કાલે રાત્રે બાઈક પર સવાર થઈ સાળો બનેવી નાસ્તો કરવા રામપુરા ચોકડી આવવા નીકળ્યા એ દરમિયાન અજાણ્યા ગાડી ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.તેમજ અકસ્માતમાં પાછળ બેસેલા ઇસમને ઇજાઓ થઈ હતી. મહેસાણા તાલુકામાં આવેલા દેવરાસણ ગામે રહેતા સુનિલજી અરવિંદજી ઠાકોર તમેજ દેદરડા ગામના અજમલજી કેશાજી ઠાકોર કાલે રાત્રે ૮ કલાકે દેવરાસણ થી ય્ત્ન૦૨ડ્ઢદ્ગ૮૪૯૬ બાઈક પર સવાર થઈ રામપુરા ચોકડી ખાતે નાસ્તો કરવા જતાં હતાં.

એ દરમિયાન અજાણ્યા ગાડી ચાલકે બાઈક ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમાં બાઈક ચાલક અને પાછળ બેસેલા વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનામાં બાઈક ચલાવનાર ઠાકોર સુનિલજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.તેમજ બાઈક પાછળ બેસેલા અજમલજી ઠાકોર ને પણ અકસ્માતમાં ઇજા થતા તેઓ સારવાર હેઠળ છે તેમજ હાલમાં અજાણ્યા ગાડી ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Follow Me:

Related Posts